Samas Gujarati Vyakaran
Samas Gujarati Grammar Vyakaran:- જુદા-જુદા અર્થવાળા બે કે તેથી વધુ શબ્દો જોડાઈને નવા અર્થવાળો એક શબ્દ બને છે તેને સમાસ કહેવાય છે.
જે નવું પદ રચાય છે તેને સમસ્ત પદ કે સામાસિક પદ પણ કહે છે.
જો શબ્દોની કરકસર કરવી હોય અને લાંબી કેહવાની વાતને ટૂંકમાં જણાવવી એ સમાસ નું કાર્ય છે.
સમાસ વિગ્રહ
સામાસિક પદ બે પદોનું બનેલું હોય છે, જેમાના પહેલા પદને પૂર્વપદ અને ઉત્તરપદ કહે છે.
અને પહેલા પદ અને છેલ્લા પદ ની વરચેના પદ ને મધ્યમ પદ કહે છે.
સમાસના પદ બંને કે બેથી વધુ હોય ત્યારે બધાય પદોને એમની વરચેના અને એમના વાક્ય સાથેનો સબંધ વ્યક્ત થાય તે રીતે છુટા પાડવાની ક્રિયાને વિગ્રહ કહેવાય છે.
સમાસ નો વિગ્રહ કરતી વખતે તેના પદો વરચે સબંધ દર્શવનાર વિભક્તિને અનુગ(પ્રત્યય) મુકવામાં આવે છે અથવા તો સબંધવાચક પદો મૂકીને એ સમાસનો પ્રકાર દર્શવવામાં આવે છે.
લેણદેણ – લેણ અને દેણ
વધેઘટે – વધે કે ઘટે
Samas Gujarati Grammar Vyakaran સમાસ ના પ્રકારો
1. દ્વન્દ સમાસ – [Samas Gujarati Grammar Vyakaran]
2. તત્પુરુષ સમાસ – [Samas Gujarati Grammar Vyakaran]
3. મધ્યમપદલોપી સમાસ – [Samas Gujarati Grammar Vyakaran]
4. ઉપપદ સમાસ – [Samas Gujarati Grammar Vyakaran]
5. કર્મધારય સમાસ – Samas Gujarati Vyakaran
6. અવ્યવીભાવ સમાસ – Samas Gujarati Vyakaran
7. બહુવવ્રીહી સમાસ
Gujarati Vyakaran Chhand and Alankar Samas

દ્વન્દ સમાસ:-
જુદા જુદા અર્થવાળા શબ્દો સમાન કક્ષામાં એટલે કે સરખું મહત્વ ધરાવતા હોય અને તેમની વરચે ‘અને’ અથવા ‘કે’ નો સબંધ હોય તેને દ્વન્દ સમાસ કહે છે.
ભાઈબહેન = ભાઈ અને બહેન
ભાઈ -> પૂર્વ પદ (પહેલું પદ)
અને -> સબંધવાચક પદ
બહેન -> ઉત્તર પદ (પછીનું પદ કે છેલ્લુંપદ)
ત્રણચાર = ત્રણ કે ચાર
માતાપિતા = માતા અને પિતા
આબોહવા = આભ અને હવા
વેરઝેર = વેર અને ઝેર
તત્પુરુષ સમાસ:-
જે સમાસ માં પ્રથમ શબ્દ (પૂર્વ પદ) અને પછીના શબ્દ (ઉત્તર પદ) સાથે વિભક્તિ સબંધથી જોડાયેલા હોય તેને તત્પુરૂષ સમાસ કહે છે.
સામાન્ય રીતે આવા પ્રકારના સમાસમાં ઉત્તરપદ પ્રધાન અને પૂર્વ પદ ગૌણ હોય છે એટલે કે પૂર્વ પદ કરતા ઉત્તર પદ વધારે મહત્વનું હોય છે.
વિભક્તિઓ અને પ્રત્યય
પ્રથમા – એ
દ્રિતીય – ને – પ્રેમને વશ
તૃતીયા – થી , થકી , વડે – યોગથી મુક્ત
ચતુર્થ – માટે, વાસ્તે, કાજે , સારું – દેશ માટે દાઝ
પંચમી – માંથી , અંદરથી , ઉપરથી – ચિંતામાંથી મુક્ત
શષ્ટિ – નો , ની , નું, ના – બાહુનું બળ
સપ્તમી – માં , અંદર , ઉપર – વનમાં વાસ
અષ્ટમી – હે ,અરે
મધ્યમપદલોપી સમાસ:-
તત્પુરુષ સમાસમાં વિભક્તિ નો પ્રત્યય લોપ પામ્યો હોય છે, જયારે આ પ્રકારના સમાસમાં પૂર્વપદ અને ઉત્તરપદ વરચે રહેવું ‘મધ્યમ પદ’ લોપ પામેલું હોય છે. વિગ્રહ કરતી વખતે મધ્યમપદ ઉમેરીએ તો જ તેનો અર્થ બરાબર સમજાય છે.
આગગાડી = આગ વડે ચાલતી ગાડી
ઘોડાગાડી = ઘોડા વડે ચાલતી ગાડી
દીવાદાંડી = દીવો બતાવતી દાંડી
આરામખુરશી = આરામ કરવા માટેની ખુરશી
દવાખાનું = દવા માટેનું ખાનું
દીવાસળી = દીવો પેટાવનારી સળી
ઉપપદ સમાસ:-
પૂર્વપદ અને ઉત્તરપદ સાથે વિભક્તિ સબંધથી જોડયેલા હોય છે, પણ ઉત્તરપદ ક્રિયાપદ પરથી બનેલો શબ્દ હોય છે, ક્રિયાધાતુ હોય છે.
નીરજ = નીરમાં જન્મનાર
પાપડતોડ = પાપડને તોડનાર
પગરખું = પગનું રક્ષણ કરનાર
ગ્રંથકાર = ગ્રંથનો કરનાર
ગૃહસ્થ = ગૃહમાં રહેનાર
આનંદજનક = આનંદને જન્માવનાર
કર્મધારય સમાસ:-
તત્પુરુષ સમાસમાં પૂર્વપદ અને ઉત્તરપદ વરચે બીજાથી સપ્તમી વિભક્તિ સુધીના સબંધ હોય છે.
જયારે કર્મધારય સમાસમાં બંને પદો પહેલી વિભક્તિના સંબંધથી જોડાયેલાં હોય છે.
તેમાં એક પદ વિશેષણ અને બીજું પદ વિશેષ્ય હોય છે. અથવા બંને પદ વિશેષણ હોય છે.
મહાદેવ = મહાન એવા દેવ
મહોત્સવ = મહાન ઉત્સવ
કાજળકાળી = કાજળ જેવી કાળી
નરસિંહ = સિંહ જેવો નર
દેહલત્તા = દેહ રૂપી લત્તા
જ્ઞાનસાગર = જ્ઞાનરૂપી સાગર
અવ્યવીભાવ સમાસ:-
જે સમાસ અવ્યવ અથવા ક્રિયાવિશેષણ તરીકે વપરાયો હોય તેને અવ્યવીભાવ સમાસ કહે છે. પૂર્વપદ અવ્યવ પર યથા, પ્રતિ વગેરે હોય અથવા તો આખો સમાસ અવ્યવ તરીકે વપરાતો હોય તેવા સમાસ ને અવ્યવીભાવ સમાસ કહે છે.
યથાશક્તિ = યથાશક્તિ પ્રમાણે
ચોતરફ = ચારે તરફ
આબાલવૃદ્ધ = બાળકથી માંડી વૃદ્ધ સુધી
પ્રતિદિન = પ્રત્યેક દિને
યથાર્થ = યોગ્ય રીતે
રાતોરાત = રાતે ને રાતે
GPSC study materials
Free Download Best GPSC Class 1-2 Study Materials: Online Gujarati Books
GPSC Gujarati Study Materials
Best Gpsc Gujarati Study Materials: Free Download Latest Gujarati language PDF 2017
samas gujarati grammar vyakaran chhand and alankar samas
hope you like this…!!!!!!